મામીની નાદાનિયત


વર્ષો પહેલાની વાત છે. ત્યારે મામી મુંબઈનાં અંધેરી નામના પરામાં રહેતા હતાં. મુંબઈ શહેરમાં આવવુ જવું હોય તો બસ લઈને જતાં. ગલ્લીને નાકેથી જ બસ મળી જતી.

મામીના મોટાબેનને બોમ્બે હોસ્પીટલમાં માંદગીને કારણે દાખલ કરવામાં આવ્યા હતાં. મામીને થયું ચાલને ખબર કાઢવા જાઉં. બપોરના ટાઈમે જમી કરીને નીકળ્યા. સાંજ સુધીમાં પાછા આવી જવાના હતાં. ત્યારે દીકરી હજી દોઢ જ વર્ષની હતી. ઘેર માસીજી રહેવા આવ્યા હતાં. એટલે તેની પાસે દીકરીને મૂકી મામી એકલા ગયા.

પાછા ફરતાં ઓફિસેથીનીકળતા લોકોનો ટ્રાફીક વધી ગયો હતો. બસ ભરેલી જ આવતી હતી. મામી ઉભા ઉભા થાક્યા હતાં. દીકરીમાં જીવ પહોંચ્યો હતો. આમ તો બપોરે સુવરાવીને નીકળ્યા હતાં. માસીને બહુ પજવતી નહીં હોય તેવા વિચાર કરતા હતાં ત્યાં એક કાર આવીને ઉભી રહી. ચાર પાંચ સજન દેખાતા માણસો હતાં. મામીને ક્યાં જવું છે તે પૂછ્યું. તેઓ પણ તે બાજુ જતાં હતાં. મામીએ વધારે વિચાર કર્યા વગર હા પાડી દીધી.

એક ભાઈ આગલી સીટમાં બેઠેલા તે પાછલી સીટમાં જતાં રહ્યાં. મામી તો આરામથી બેસી ગયા.

મામી સાથે ઓપચારિક વાતો કરી તેઓ ઓફિસની વાતો અને પોલીટીક્સની વાતોએ ચડ્યા. મામી તો થાક ઉતારતા આજુબાજુના પાટિયા વાંચતા બેઠા હતાં. ત્યાતો એક પછી એક બધાંના ઉતરવાના સ્થાનો આવતા ગયા તેમ ઉતરતા ગયાં.

મામી અને પેલા ડ્રાઈવીંગ કરતાં હતાં તે ભાઈ એકલા થઈ ગયા. થોડી આડી અવ

image: http://static.dnaindia.com/sites/default/files/styles/half/public/2017/01/09/536637-linking-road-010817.jpg

ળી વાતો કરી,પછી ભાઇ કહે તેને જુહુ સ્કીમમાં બંગલો છે, એ રસ્તો લઇએ, સાથે ચા પીએ, પછી ઘેર મૂકી જઈશ.

તેણે ધીરે રહીને મામીના સાથળ ઉપર હાથ મૂક્યો. આગળ શું થશે તે મામીને સમજાઈ ગયું. મામી ગભરાણાં અને ફસાઈ ગયા હોય તેવું લાગ્યું.

હવે આમાથી કેવી રીતે છટકવું તેના વિચાર કરવા લાગ્યા. જેવું બાંદ્રા અને લીંકીંગ રોડ, ખાર જવાનો રસ્તો આવ્યો ત્યાં ગાડી ધીરી પડી. લીંકીંગ રોડ જુહુ સ્કીમ બાજુ જતો હતો.

મામી ચાલુ ગાડીએ દરવાજો ખોલી ઉતરી ગયા. દોડીને ઘોડબંદરના બસ સ્ટોપ (એસ.વી. રોડ) ઉપર ટોળા વચ્ચે જઈ ઉભા રહી ગયા…


લેખક: કોકિલા રાવળ

Leave a comment