મારીમંમી, કોકિલાબેન રાવળ, મહિના પહેલા ગુજરી ગઇ. કેવી રીતે ગુજરી ગઇ તે હું સમજાવુ, અને તમે પણ કહેશો કે તેણે સંથારો લિધો.
My mother, Kokila-ben Raval, died a month ago. I’ll explain how she died, and you’ll agree that she took a santhaaro.
પહેલા તો સંથારો શબ્દ સમજાવું, જે મને અજયભાઇએ શીખવાડયો. શબ્દકોશ કહે છે…
- મરણ નજીક આવતાં — જગત પ્રત્યેની આસકિત છોડી સ્વસ્થ ચિત્તે મરણપથારી પર સૂવું તે
- જૈન — મોહ-મમતા છોડી, ખાવા-પીવાનો ત્યાગ કરી મૃત્યુની રાહ જોવી તે
First let me explain the word santhaaro, which Ajay-bhai taught me. The dictionary says…
-
- lying on one’s deathbed with detached mind
- Jainism — the giving up of eating, drinking and all worldly attachments in the anticipation of death.
મંમી વર્ષોથી કહેતી કે તેને ઘરમાં જ મરવું છે, આ જ ઘરમાં. મિત્રોને સમજાવતી કે આપણે મરવું હોય તો ફક્ત ૫ દિવસ ખાવા-પીવાનું છોડી દેવાનું. અને બધા હસીને વાત બદલી નાખતા. બધા હવે ડોક્ટરમાં બહું માને, અને જીંદગી કેવી રીતે લંબાવયે તે જ વિચારે. જીંદગી કેવી રીતે અંત કરાય એનો બહુ વિચાર નહિ.
For years, Mom said she wanted to die at home, in this specific home. She explained to friends that when one wished to die, one only needed to stop eating and drinking for 5 days. All would laugh this off and change the topic. These days, people believe in doctors, and think more about extending their lives. How to end their lives is not given much thought.
જ્યારે કોકિલાબેનને સ્ટ્રોક આવ્યો, અને ડોક્ટરે પસંદગી આપી — હ્રેન સર્જરી કે હોસપીસ — અમે છોકરાઓેએ કોકિલાબેનની લિવીંગ વીલ વાંચીને કહ્યું — હોસપીસ. આ અગાઉની તૈયારી!
When Kokila-ben got a stroke, and the doctor’s options were — brain surgery or hospice — her children read her living will and chose — hospice. This is advance planning!
ઘેર અમે ૧૨ દિવસ તેમની સેવા કરી. તે થોડુ થોડુ બોલતા, અને બઘુ સમજતા. અને ૧૨ દિવસ તેમણે કાંઇ ખાધુ કે પીધુ નહિ. શાંતિથી શ્વાસ ધીમે ધીમે ઓછો થયો અને પછી — શ્વાસ બંધ.
We cared for Mom at home for 12 days. She spoke a little, and understood everything that went on. And for 12 days, she neither ate nor drank anything. Her peaceful breathing got slower and slower, until it stopped.
આ સમયમાં ઘણા મિત્રો મળવા આવ્યા, દૂરના મિત્રો અને કુટુંબીઓએ વિડિયો કોલ કર્યા, અને બધાને નવાઇ લાગી કે ડોક્ટર અને દવા વિના શાંતિથી તેમનો શ્વાસ લેવાતો હતો.
During this time, friends came to visit. Friends and family that were far away made video calls, and all were amazed that without doctors or medicine, she continued to breath peacefully.
આપણી ભાષામાં સંથારો જેવો શબ્દ છે તેનો મતલબ આપણી પહેલા ઘણાએ સંથારો લિધો હશે. હવે તેની ફેશન પાછી આવી લાગે છે, કેમકે ધણાએ મને કીધુ કે તેમનેતો આમ જ જાવું છે.
Our language has the word santhaaro. This means many people before us must have taken santhaaro, and died with full consciousness. Santhaaro must be back in fashion, because so many people have been telling me that this is how they would want to go when their time is up.
ખરેખર માએ અમને છેલ્લું લેસન આપ્યું. બરાબર જીવો, અને સમય આવે ત્યારે સ્વીકારવું, અને સંથારો લેવો.
This was truly Mom’s last lesson for us. Live well, and when the time comes, recognize it and take santhaaro.
—